Fri, Nov 15
Education
સામાન્ય રીતે તો એસ્ટરોઇડનો ઉપયોગ વિનાશ માટે થાય છે. વિનાશકારી એસ્ટરોઇડ્સે ડાયનાસોરનો નાશ કર્યો હોવાનું કહેવાય છે. તેના વ્યાપક પ્રભાવને કારણે ટી-રેક્સ અને સ્ટેગોસોરસ લુપ્ત થઈ ગયા. આ દાવાઓથી વિરુદ્ધ સંશોધકો એવું પણ માને છે કે, ઓછી જાણીતી ઉલ્કાની કદાચ વધુ ઊંડી અસર થઈ હશે, અને તે પૃથ્વી પર જીવનની શરુઆત સાથે જોડાયેલી હશે. એક રિસર્ચ પ્રમાણે ડાયનાસોરને મારનારા એસ્ટરોઇડ કરતાં 200 ગણા મોટા એસ્ટરોઇડે વાસ્તવમાં પ્રારંભિક પૃથ્વી પર જીવનને ખીલવામાં મદદ કરી હતી.
એક રિપોર્ટ પ્રમાણે એસ્ટરોઇડ S2 એક વિશાળ સ્પેસ રોક છે, જેનું કદ માઉન્ટ એવરેસ્ટ કરતાં ચાર ગણું મોટું છે. પૃથ્વી પર વિશેષ કરીને મહાસાગરો પર તેની મહત્ત્વપૂર્ણ અસર થઈ હોવાનું માનવામાં આવે છે. S2ની સૌથી પહેલી વર્ષ 2014માં શોધ થઈ હતી. આ એસ્ટરોઇડ લગભગ 3.26 અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર ટકરાયો હતો.
S2 પૃથ્વી સાથે અથડાયું ત્યારે ઉકલ્યા મહાસાગરો
ખડકો પરના સંશોધનથી જાણવા મળ્યું છે, કે S2 અથડામણથી આવેલી વિશાળ સુનામી સમુદ્રમાં વહી ગઈ હતી અને જમીન પરનો કાટમાળ દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોવાઈ ગયો હતો. સમુદ્રની સપાટીનું સ્તર બાષ્પીભવન થઈને વાયુમંડળમાં ઉકળવા લાગ્યું, જેના કારણે વાતાવરણ ગરમ થઈ ગયું. ત્યારે તાપમાનમાં ભારે વધઘટ જોવા મળી હતી. એટલું જ નહીં તેમને ખડકના પુરાવા પણ મળ્યા છે, જેના પરથી ખ્યાલ આવે છે કે, સુનામીએ આયર્ન અને ફોસ્ફરસ જેવા પોષક તત્ત્વોનો નાશ કર્યો હતો.
S2 એ જીવનના વિકાસને કેવી રીતે પ્રેરણા આપી
સંશોધકોનું માનવું છે કે, આ ઘટનાએ જીવન વિકાસમાં અદ્ભુત અને આશ્ચર્યજનક પ્રેરણા આપી હશે. હાર્વર્ડ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી નાડજા ડ્રેબોન સંશોધનના મુખ્ય લેખક કહે છે, 'અમે જાણીએ છીએ કે, પૃથ્વીની શરુઆતના સમયગાળા દરમિયાન વિશાળ ઉલ્કાઓની અસર વારંવાર થતી હતી અને તેણે પ્રારંભિક જીવનની ઉત્ક્રાંતિને પ્રભાવિત કરી હશે. પરંતુ અમારી પાસે તેની સારી સમજણ નહોતી.
ડ્રેબન કહે છે, 'અમે એસ્ટરોઇડ જેવી ઘટનાઓને જીવન માટે વિનાશક માનીએ છીએ, પરંતુ આ સંશોધન દર્શાવે છે કે આ અસરોના કારણે જીવનને ફાયદો થયો હશે. ખાસ કરીને શરુઆતમાં આ અસરોએ વાસ્તવિક જીવનને ખીલવાની તક આપી હશે. આવું એટલા માટે બની શકે, કારણ કે લોખંડ, જે સામાન્ય રીતે છીછરા પાણીમાં દુર્લભ છે, ભારે સુનામીને કારણે ઊંડા સમુદ્રમાંથી બહાર આવ્યું છે. આનાથી દરિયાકાંઠાના વિસ્તારો આ મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વોથી ભરાઈ ગયા.'