વિજ્ઞાનીઓનો દાવો:પહેલી વાર સપનામાં વાતચીત, અલગ-અલગ સ્થળોએ ઊંઘતા બે લોકોએ સંદેશ મોકલ્યો-રિસીવ કર્યો

વિજ્ઞાનીઓનો દાવો:પહેલી વાર સપનામાં વાતચીત, અલગ-અલગ સ્થળોએ ઊંઘતા બે લોકોએ સંદેશ મોકલ્યો-રિસીવ કર્યો

Fri, Nov 15

Education

અમેરિકી સ્ટાર્ટઅપ રેમસ્પેસનો પ્રયોગ, ખાસ ઉપકરણ મારફતે ‘સપનાની ભાષા’ કેપ્ચર કરી

વિજ્ઞાનીઓએ પહેલી વાર બે અલગ અલગ લોકોને સપનામાં વાતચીત કરાવી હોવાનો દાવો કર્યો છે. કેલિફોર્નિયાના સ્ટાર્ટઅપ રેમસ્પેસે આ પ્રયોગ કર્યો છે. આ હેઠળ અલગ અલગ સ્થળે ઊંઘી રહેલા બે લોકોએ સપના મારફતે સંદેશ મોકલ્યો અને રિસીવ કર્યો હતો. સ્ટાર્ટઅપના સ્થાપક માઇકલ રેદુગાએ કહ્યું કે આ પ્રયોગ ઇન્સેપ્શન ફિલ્મના દૃશ્ય માફક છે. ગઇકાલ સુધી સપનામાં વાત કરવી એ માત્ર એક કલ્પના લાગતી હતી, પરંતુ આજે હકીકત છે. તે સપનાની દુનિયામાં સંચાર-વાતચીતને લઇને આપણા વિચાર બદલશે. ચાલો પ્રયોગ વિશે જાણીએ...

આ રીતે ‘ડ્રીમ ચેટ’ સંભવ થઇ: પોતાના જ ઘરે ઊંઘતા બંને લોકોના બ્રેન વેવ તેમજ અન્ય પૉલીસોમ્નોગ્રાફિક ડેટાને વિશેષ ઉપકરણોથી ટ્રેક કરાયા હતા. સર્વરે પહેલા વ્યક્તિની સપનામાં જવાની સ્થિતિની પ્રતિક્ષા કરી, આ એવી સ્થિતિ છે, જેમાં વ્યક્તિ સપનાની અવસ્થામાં હોય તો પણ સપનું જુએ છે તે સમજી શકે છે. ત્યારબાદ સર્વરે રેમીયો શબ્દ બનાવ્યો અને ઇયરબડ્સથી મોકલ્યો. ‘રેમિયો’ સંવેદનશીલ સેન્સરથી જાણવા મળતી સપનાની ભાષા છે. વ્યક્તિને સપનામાં એ શબ્દ દોહરાવ્યો અને તેની પ્રતિક્રિયા સર્વરે સ્ટોર કરી લીધી હતી. અંદાજે 8 મિનિટ બાદ બીજો સહભાગી પણ સપનાની સ્થિતિમાં પહોંચ્યો હતો. તે પહેલા સહભાગીથી મળેલા સંદેશને મોકલવામાં આવ્યો. જ્યારે તે ઊંઘમાંથી જાગ્યો તો તેમણે સપનામાં મળેલા શબ્દની પુષ્ટિ કરી હતી. આ સપનામાં થયેલી પહેલી ‘ચેટ’ હતી. રેમસ્પેસના સંશોધકોનો દાવો છે કે આ ઊંઘથી જોડાયેલી શોધ માટે સિમાચિહ્ન સાબિત થશે. તે ઉપરાંત માનસિક આરોગ્ય તેમજ સ્કિલ ટ્રેનિંગ માટે પણ તે ઉપયોગી નિવડશે.

5 વર્ષની શોધનું પરિણામ: રેદુગા અનુસાર આ ઉપલબ્ધિ 5 વર્ષની શોધ અને ટેક્નોલોજિકલ ડેવલપમેન્ટનું પરિણામ છે. આ વર્ષે 24 સપ્ટેમ્બર અને 8 ઑક્ટોબરે લ્યૂસિડ ડ્રીમ્સ (સ્પષ્ટ સપનાની અવસ્થા)માં પ્રથમવાર સંચાર બાદ સંશોધકો સતત આ ટેક્નોલોજીને રિફાઇન કરી રહ્યા છે. દરેક નવા પ્રયાસોની સાથે સારા પરિણામ મેળવી રહ્યા છે. રેમસ્પેસ સીમાઓને આગળ વધારવા માટે આગામી પડકાર પર નજર રાખી રહ્યા છે.

રેદુગા બ્રેઇનમાં ચિપ લગાવી ચૂક્યા છે: 40 વર્ષના રેદૂગા પરિણામોને લઇને ભરોસો ધરાવે છે. 2023માં તેમણે પોતાના બ્રેઇનમાં ચિપ લગાડીને જીવ જોખમમાં મૂક્યો હતો. જો કે 5 સપ્તાહ બાદ તેને હટાવી લેવાઇ હતી. તેમના મતે સપનામાં રિયલ ટાઇમમાં વાતચીત AI બાદ બીજો સૌથી મોટો ઉદ્યોગ હશે.